દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને ગ્રામીણ જનતા માટે જીવાદોરી સમાન ઉકાઈ-કાકરાપાર કેનાલ નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. નવસારી ખાતે આજે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને કેબિનેટ મંત્રી નરેશ પટેલના હસ્તે રૂપિયા 199 કરોડના માતબર ખર્ચના કેનાલના નવીનીકરણના કામોનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
બે જિલ્લાના 1000 ગામોને મળશે સીધો લાભ
આ પ્રોજેક્ટ વલસાડ અને નવસારી જિલ્લાના અંતરિયાળ વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અંદાજે 1,000થી વધુ ગામોના લોકોને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધામાં આ કામગીરીથી મોટો ફાયદો થશે. સરકાર દ્વારા આ કામોને અત્યંત ઝડપથી એટલે કે માત્ર 45 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેથી આગામી સિઝનમાં લોકોને તેનો લાભ મળી શકે.













