નવસારીનો એક યુવાન વિદેશમાં આકર્ષક નોકરી અને સારા પગારની લાલચમાં મ્યાનમાર પહોંચ્યો હતો, જ્યાં તે અત્યારે મુશ્કેલીમાં હોવાનું સામે આવ્યું છે. આ યુવાને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ઓનલાઇન પરીક્ષા આપી હતી અને તેમાં પાસ થયા બાદ તેને નોકરી માટે મ્યાનમાર બોલાવવામાં આવ્યો હતો. આ યુવાન પોતાના માતા-પિતાનો એકનો એક દીકરો છે. ઘરનો મુખ્ય આધાર ગણાતો પુત્ર વિદેશમાં અજાણ્યા લોકો વચ્ચે ફસાઈ જતાં પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયો છે.
ઓનલાઇન પરીક્ષા આપી નોકરી માટે ગયો હતો
પરિવારના જણાવ્યા મુજબ નોકરીની શરૂઆતમાં બધું બરાબર હતું, પરંતુ ત્યારબાદ ત્યાંની પરિસ્થિતિ બદલાઈ ગઈ અને દીકરાને પરત આવવામાં મુશ્કેલી પડી રહી છે. પુત્રને હેમખેમ પરત લાવવા માટે પરિવારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે.













