નવસારીના ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશ પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમની દાદાગીરી સામે આવી છે. એક સામાન્ય અકસ્માત બાદ પ્રમુખે પોતાનો આપો ગુમાવ્યો હતો અને એક યુવકને બેફામ અપશબ્દો બોલીને માર માર્યો હતો. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બનાવ સ્થળે મહિલાઓ હાજર હોવા છતાં પ્રમુખ રાજેશ પટેલે અપશબ્દો બોલવાનું ચાલુ રાખ્યું હતું અને તેમની વિનવણીને પણ અવગણી હતી.
તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ પટેલનો વીડિયો વાયરલ
વીડિયોમાં પ્રમુખ પોતે જ એવું બોલતા સંભળાય છે કે બાઇકચાલક યુવકે દારૂનો નશો કર્યો હતો. જેના કારણે અકસ્માત થયો હતો. જોકે સામાન્ય અકસ્માતમાં સરાજાહેર મારામારી કરનાર તાલુકા પંચાયત પ્રમુખ સામે લોકોમાં સવાલો ઊભા થયા છે.













