નવસારી માં નવનિર્મિત આધાર કાર્ડ કામગીરીમાં ગેરરીતિની આશંકાના પગલે જિલ્લા અધિક કલેક્ટર દ્વારા કુલ 13 કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા છે.જેમાં 2 સુપરવાઇઝર અને 11 ઓપરેટરનો સમાવેશ થાય છે.


ફરજમુક્તિ 6 ડિસેમ્બરથી કચેરીના સમય બાદ લાગૂ

આ ફરજમુક્તિ 6 ડિસેમ્બરથી કચેરીના સમય બાદ લાગૂ કરવામાં આવી. અધિક કલેક્ટર યોગરાજસિંહ ઝાલા દ્વારા આ આદેશ જાહેર થયો છે. ફરજમુક્તિના આદેશમાં 'વહીવટી કારણ' દર્શાવવામાં આવ્યું છે, પરંતુ વિસ્તારમાં આ મુદ્દાને લઈને વ્યાપક ચર્ચા ચાલી રહી છે.

કાર્યવાહી

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરરીતિની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્ય કક્ષાએ કરાયેલા ફરિયાદો બાદ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક કાર્યવાહી કરી.


આ પણ વાંચો--- Vadodara : ઘડિયાળી પોળમાં ખરીદી કરવા ગયેલી એનઆરઆઇ મહિલાનું દાગીના ભરેલું પર્સ ચોરાયુ

  • Follow us on: