આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશ પટેલના વરદ હસ્તે આજે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના અનેક ગામોમાં વિકાસના નવા દ્વાર ખોલતા, કુલ રૂપિયા 22.26 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ મેગા પ્રોજેક્ટ્સ મુખ્યત્વે આદિજાતિ વિસ્તારના જીવનધોરણમાં સુધારો લાવવા પર કેન્દ્રિત છે.


મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ

મંત્રી નરેશ પટેલે સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ વિકાસલક્ષી કાર્યોની શરૂઆત કરાવી હતી. આ રૂપિયા 22.26 કરોડના જંગી ખર્ચમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના કાર્યોનો સમાવેશ થાય છે. જેમાં ચીખલી તાલુકાના આંતરિક અને મુખ્ય માર્ગોને જોડતા રોડ-રસ્તાઓના બાંધકામનું કાર્ય.

જેનાથી ખેડૂતો અને સામાન્ય જનતા માટે અવરજવર સરળ બનશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે. શૈક્ષણિક માળખાને મજબૂત કરવા માટે નવા વર્ગખંડોનું નિર્માણ. જે આદિજાતિના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે વધુ સારી સુવિધાઓ પૂરી પાડશે. ગ્રામોદ્યોગ અને સામાજિક મેળાવડાઓને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક શેડનું બાંધકામનું પણ ખાતમુહૂર્ત કવામાં આવ્યું છે.

શિક્ષણ અને ઉદ્યોગલક્ષી માળખું એ વિકાસની ધરી છે

આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, અમારી સરકાર આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. રોડ-રસ્તાઓ, શિક્ષણ અને ઉદ્યોગલક્ષી માળખું એ વિકાસની ધરી છે. આ કાર્યો માત્ર ઈંટ-સિમેન્ટના બાંધકામ નથી, પરંતુ આ ગામોના ભવિષ્યનો મજબૂત પાયો છે. આ ખાતમુહૂર્તથી ચીખલી તાલુકાના અનેક ગામોના લાખો લોકોને સીધો લાભ મળશે અને ગ્રામીણ માળખું મજબૂત થશે. સ્થાનિકોએ આ વિકાસલક્ષી પગલાંને આવકાર્યું છે અને મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.


આ પણ વાંચો - Surat News: ધ્વનિ પ્રદુષણ અટકાવવા સુરત ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ, કરવામાં આવી કડક કાર્યવાહી



  • Follow us on: