નવસારીમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે બે લોકો ઝડપાયા છે. આ આરોપીઓ મધ્યપ્રદેશથી આ પિસ્તોલ વેચવા માટે નવસારી આવ્યા હતા. જે દરમિયાન નવસારી SOGની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઓવરબ્રિજ નીચેથી બે આરોપીઓ ઝડપાયા
ઘટનાની મળતી માહિતી અનુસાર, નવસારીમાંથી SOG દ્વારા બનાવટી પિસ્તોલ સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ આરોપીઓ ગ્રીડ નજીકના ઓવરબ્રિજ નીચેથી બે આરોપીઓ ઝડપાયા છે. મધ્યપ્રદેશના આ આરોપીઓ નવસારી આ પિસ્તોલ વેચવા માટે આવ્યા હતા. પોલીસે મેગેઝીનવાળી પિસ્તોલ સાથે આ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા રૂપિયા 22000 નો મુદ્દામાલ જપ્ત કરી હાથ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.













