નવસારી સિવિલ હોસ્પિટલના બાંધકામ સ્થળે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી બહાર આવી છે. કોન્ટ્રાક્ટરના લાપરવાહીભર્યા વર્તનને કારણે જોખમી સ્થિતિ ઉભી થઈ હતી. બાંધકામ કોન્ટ્રાક્ટરે જેસીબી મશીનનો હાઇડ્રોલિક સીડી તરીકે ઉપયોગ કર્યો હતો, જેના પર કામદારોને સેફ્ટી સાધનો વિના ઊંચાઈ પર બેસાડી કામ કરાવાયું. હતું
કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવીને જેસીબી મશીનનો સીડી તરીકે ઉપયોગ કર્યો
નવસારી સિવિલ હોસ્પિટલમાં હાલ બાંધકામ કરાઇ રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવીને જેસીબી મશીનનો સીડી તરીકે ઉપયોગ કર્યો હતો. કામદારોને જેસીબી મશીનમાં બેસાડીને જોખમી રીતે ઉંચાઇ પર લઇ જવાયા હતા













