નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા આઈ.જી ઇન્સ્પેકશન બાદ તુરંત બદલીના હુકમ કરાતા પોલીસ બેડામાં મચ્યો હડકંપ, જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલે પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરી છે, નવસારી ગ્રામ્ય અને મરોલી પોલીસ મથકના પી.આઈને લીવ રિઝર્વમાં મુકાતા ખળભળાટ મચ્યો હતો.
પોલીસ મથકોમાં ગંભીર ક્ષતિઓ જણાતા બદલી કરાઈ હોવાની પોલીસ બેડામાં વ્યાપક ચર્ચા
ગ્રામ્ય પોલીસ મથકના પી.આઈ પી.બી પટેલીયા અને મરોલી પોલીસ મથકના પી.આઈ ડી.જે પટેલને લીવ રિઝર્વમાં મુકાયા છે. ગણદેવી પોલીસ મથકથી વી જી ભરવાડને ગ્રામ્યમાં અને મરોલી પોલીસ મથકનો હવાલો આર એસ ગોહિલને સોંપાયો છે, ગણદેવી પોલીસ મથકમાં ડી એમ રાઠોડને મુકાયા. આઈ.જી ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ મથકોમાં ગંભીર ક્ષતિઓ જણાતા બદલી કરાઈ હોવાની પોલીસ બેડામાં વ્યાપક ચર્ચા.













