નવસારીના ગણદેવીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગણદેવીના મટવાડ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા કારને ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને ટ્રક એક હોટેલના પાર્કિંગમાં ઘૂસી ગઈ હતી.


ટ્રકચાલકે કાબૂ ગુમાવતા કારચાલકને અડફેટે લીધો

નવસારીના ગણદેવીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મટવાડ નજીક એક ટ્રક ચાલકે કાબુ ગુમાવતા કારને ટક્કર મારી હતી. ટ્રક એટલી સ્પીડમાં હતી કે, અકસ્માત સર્જીને સીધી જ સામેની સાઈડમાં સ્થિત હોટેલના પાર્કિંગમાં ઘૂસી ગઈ હતી. જ્યાં પાર્ક કરેલી કારને પણ આ ટ્રક ચાલકે ટક્કર મારી હતી.

નવસારીમાં અકસ્માતના CCTV સામે આવ્યા

નવસારીમાં નેશનલ હાઈવે 48 પર આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાનીની વિગતો હજી સુધી પ્રાપ્ત થઈ નથી.


આ પણ વાંચોઃ Kachchh News: કંડલા પોર્ટ આસપાસ વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી, 500 પોલીસના બંદોબસ્ત વચ્ચે દબાણો તોડાયા

  • Follow us on: