મૂળ મહારાષ્ટ્રની અને હાલમાં લંડનમાં વસવાટ કરતી 62 વર્ષીય સુનંદા માલુસરે વડોદરાની ઘડિયાળી પોળમાં ખરીદી કરવા ગયા ત્યારે તેમનું મરૂન રંગનું પર્સ ચોરાયું હોવાની ઘટના બની છે પર્સમાં 17–18 તોલા સોનાના દાગીના, 41,000 રોકડ અને એક ડેબિટ કાર્ડ હતા. અંદાજે 7.56 લાખની મતા હોવાનું બહાર આવ્યું છે.
ઘડિયાળી પોળમાં ખરીદી માટે ગયા
સુનંદા અને તેમના પરિવારજનો 2 ડિસેમ્બરે પુત્રીના લગ્ન માટે વડોદરા આવ્યા હતા અને દંતેશ્વર વિસ્તારમાં હોટેલમાં રોકાયા હતા. 6 ડિસેમ્બરે બપોરે 1.30 વાગ્યે ઘડિયાળી પોળમાં ખરીદી માટે ગયા. તેમણે 1.45 વાગ્યે જયશ્રી સિલ્ક સાડી દુકાનમાં સાડીઓ ખરીદી, 2.45 વાગ્યે દુકાનમાંથી બહાર આવ્યા અને સાંજે 6.30 વાગ્યે હોટેલ પર પરત ફર્યા હતા













