વડોદરા નજીક સાંકરદા ગામે આવેલ એમ.ડી. મોટર્સ ફિટનેસ સેન્ટરને ખોટા ફિટનેસ સર્ટિફિકેટ આપવા બદલ 6 મહિના માટે લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. તપાસમાં ખુલાસો થયો કે, સંચાલકે 29 વાહનોને ખોટા ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા હતા. ખોટા સર્ટિફિકેટ ફિઝિકલ વાહન વગર જ જાહેર કરવામાં આવ્યા, જેને ટ્રાન્સપોર્ટ કચેરીએ નોંધ્યું. એમ.ડી. મોટર્સમાં ઇન્સ્પેક્શન કર્યા પછી આ કાર્યવાહી કરી.


 મોટા ભાગના વાહનો રાજ્ય બહારના

ખોટા સર્ટિફિકેટમાં મોટા ભાગના વાહનો રાજ્ય બહારના હોવાનું પણ જાણવા મળ્યું. અન્ય વાહન ફિટનેસ સેન્ટરોમાં પણ ગેરરીતિ ચાલતી હોવાની આશંકા છે. લોકોએ અન્ય સેન્ટરો પર પણ તપાસ અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.

અન્ય મહત્વપૂર્ણ મુદ્દા

વડોદરામાં હાલમાં પાંચ ખાનગી ફિટનેસ સેન્ટર કાર્યરત છે. ફિટનેસ માટે 1,000 રૂપિયા ફી લેવાય છે. પરંતુ ખોટા સર્ટિફિકેટ માટે હજારો રૂપિયા વસૂલાઈ રહ્યા હતા. ખાનગીકરણની કારણે સેન્ટરો કમિશનર કચેરી હેઠળ છે, સ્થાનિક પ્રાદેશિક કચેરી સીધી કાર્યવાહી કરી શકતી નથી.

આ પણ વાંચો----  SIR ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન, 99.76 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી

  • Follow us on: