વડોદરામાં કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીના કારણે એક મોટી દુર્ઘટના ટળતાં બચી છે. શહેરના મકરપુરા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણીની લાઈન લીકેજ હોવા છતાં તેને અણદેખી કરવામાં આવી હતી. પાણીનો સતત વેડફાટ થતો હોવાથી પાણી રોડની નીચે સુધી ફેલાયું હતું. જેના કારણે રોડનો એક ભાગ બેસી ગયો હતો.
મકરપુરા બાજુથી આવતું ડમ્પર ચાલક બાલ બાલ બચ્યો
આ બેસી ગયેલા રોડ પર મકરપુરા બાજુથી આવતું એક ડમ્પર પલટી ખાતા બાલ બાલ બચી ગયું હતું. જો ડમ્પર પલટી ગયું હોત અને કોઈ જાનહાની થઈ હોત તો તેની જવાબદારી કોની તેવા વેધક સવાલો હવે લોકો ઉઠાવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા તાત્કાલિક લીકેજ લાઈનનું સમારકામ અને બેસી ગયેલા રોડને રિપેર કરવાની માંગણી છે.













