વડોદરા શહેરના છાણી રોડ પર આવેલા SBI ATMમાં ગ્રાહકનું કાર્ડ બદલીને રકમ ઉપાડી લેવાનો બનાવ બન્યો છે. શહેરના છાણી નવા યાર્ડ વિસ્તારના સિક્યુરિટી ગાર્ડ નરેન્દ્રભાઈ પરમારે પોલીસને જાણ કરતાં આ કેસ સામે આવ્યો છે.


કાર્ડ બદલીને પૈસા ઉપાડ્યા

પોલીસને નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, ગઈ 3મી જીએ હું ATMમાં મીની સ્ટેટમેન્ટ કાઢવા ગયો ત્યારે કોઈ ગઠિયાએ મારું કાર્ડ બદલી દીધું. પછી જ્યારે મેં પીન દાખલ કર્યો, તો તે ખોટો બતાવતો હતો. વિચાર્યું કે, KYC બાકી છે અને હું ઘરે ગયો. આ દરમિયાન મારા મોબાઇલ પર જુદા જુદા ATMમાંથી રૂ. 55,554 ઉપાડી લેવામાં આવ્યા હોવાનું મેસેજ મળ્યા.

મીની સ્ટેટમેન્ટ કાઢતી વખતે પીન નંબર મેળવી લીધો.

પોલીસના અનુમાન મુજબ, એટીએમમાં હાજર ગઠિયાએ નરેન્દ્રભાઈના કાર્ડનું બદલી દીધું અને મીની સ્ટેટમેન્ટ કાઢતી વખતે પીન નંબર મેળવી લીધો.

ફતેગંજ પોલીસે આ મામલે ચોરીનો ગુનો નોંધ્યો

ફતેગંજ પોલીસે આ મામલે ચોરીનો ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સત્તાવાર રીતે કાયદાકીય કાર્યવાહી તેમજ CCTV ચકાસણી દ્વારા આરોપી શોધી કાઢવાની કામગીરીમાં છે.


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : વડોદરામાં NDPS એક્ટ હેઠળ કુલ 36 ગુનાઓ નોંધાયા, 61 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી

  • Follow us on: