વડોદરા શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે ગોરવા વિસ્તારમાં વિમલેશ્વર મહાદેવ મંદિર પાસે ગાંજાના 459 ગ્રામ જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમ્યાન રૂ. 1,19,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 2025ના વર્ષમાં વડોદરા શહેરમાં એનડીપીએસના NDPS એક્ટ હેઠળ કુલ 36 ગુનાઓ નોંધાયા છે
1,19,300નો મુદ્દામાલ જપ્ત
SOGને ગુપ્ત બાતમી મળી હતી કે રાજેન્દ્રકુમાર ઉર્ફે છોટુ બિન્દ દરરોજ સાંજના સમયે ગાંજાનું છૂટક વેચાણ કરે છે. બાતમીને આધારે PI એસ.ડી. રાતડાના માર્ગદર્શન હેઠળ રેડ પાડવામાં આવી અને આરોપીને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો. તેની પાસેથી 459 ગ્રામ ગાંજો, એક્ટિવા, મોબાઇલ અને રૂ. 1,350 રોકડ મળી કુલ રૂ. 1,19,300નો મુદ્દામાલ જપ્ત થયો. આરોપી વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જયારે સપ્લાય કરનાર અન્ય વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.













