વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર હરિયાળી હોટલ પાસે રહેતા યુવકના જણાવ્યા મુજબ, એક એજન્ટે વિદેશની વિઝા બનાવવા માટે ટુકડે ટુકડે 26.50 લાખ રૂપિયા લીધા પછી પણ હજુ સુધી નોકરી માટેના વાયદા પૂર્ણ કર્યા નથી. એજન્ટે આપેલા જોબ માટેના કોલ લેટર બોગસ હોવાનું બહાર આવ્યું હતું. યુવકે રૂપિયા પરત માગતાં, એજન્ટે ચેકો આપ્યા, જે બેંકમાં ડિપોઝિટ કરાવતા રિટર્ન થયા. જેના આધારે યુવકે માંજલપુર પોલીસે એજન્ટ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વિઝા માટે મળેલા વાયદા
વૃષાંગ રમેશ રાજે જણાવ્યું કે, વર્ષ 2024માં તેઓ યુનાઇટેડ કિંગડમ જવાનું આયોજન કરી રહ્યા હતા. તેમના લંડન સ્થિત પરિચિત મેરિક પ્રકાશ દરજી સાથે વાતચીત દરમ્યાન, રોનક પટેલ સાથે કરેલી વાત બાદ તેના મિત્ર વૈભવ દિનેશકુમાર પટેલને મળવાનું નક્કી કર્યું. 2 મેના રોજ તેઓ ઘરના સભ્યો સાથે માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સની વિઝા કન્સ્ટન્સી ઓફિસે મુલાકાતે ગયા. ત્યાં વૈભવ પટેલે કહ્યું કે, યુનાઇટેડ કિંગડમ માટે 5 વર્ષના વર્ક વિઝા માટે રૂ. 35 લાખ ચૂકવવા પડશે, જેમાં ચાર્જ, એર ટિકિટ અને શરૂઆતના એક માસનું રહેવું બધું આવરી લેવામાં આવશે. રૂ. 4 લાખ તાત્કાલિક આપવાનુ હતું, નહી તો કોલ લેટર નહીં મળશે. યુવકે રૂ. 1 લાખ તાત્કાલિક આપ્યા, ત્યારબાદ ટુકડે ટુકડે રૂ. 26.50 લાખ રોકડમાં આપી દીધી.













