નવસારી જિલ્લામાં આજે એકસાથે 13 સરકારી કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ફરજમુક્ત કરવામાં આવતા સરકારી કર્મચારીઓના વર્તુળમાં હડકંપ મચી ગયો છે. આ કાર્યવાહીમાં કરાર આધારિત કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. અચાનક ફરજમુક્ત કરાયેલા કર્મચારીઓમાં બે સુપરવાઇઝર સહિત તેર ઓપરેટરોનો સમાવેશ થાય છે.
કર્મચારીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો
કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને અચાનક છૂટા કરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આ નિર્ણયથી સરકારી કામગીરી સાથે જોડાયેલા અન્ય કરાર આધારિત કર્મચારીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ફરજમુક્ત કરાયેલા કર્મચારીઓ દ્વારા આ નિર્ણય સામે વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી શકે છે.













