નવસારી જિલ્લામાં ટેલરિંગનો સામાન્ય વ્યવસાય કરતા એક યુવાને અસાધારણ સત્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ યુવાનના બેંક ખાતામાં વિદેશમાં રહેતા એક NRI દ્વારા ભૂલથી રૂ. 5,96,330 જેટલી માતબર રકમ ટ્રાન્સફર થઈ ગઈ હતી. સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા હોવા છતાં આ યુવાને પોતાના ખાતામાં ભૂલથી આવેલી આ માતબર રકમને પોતાની ગણી નહોતી.


બેંક એકાઉન્ટમાં ભૂલથી આવી હતી માતબર રકમ

યુવાને તાત્કાલિક બેંકનો સંપર્ક સાધીને અને જરૂરી પ્રક્રિયા પૂરી કરીને તમામ રૂપિયા મૂળ NRI ખાતાધારકને પરત કર્યા હતા. ટેલરિંગની નાની દુકાન ધરાવતા આ યુવાને મોટી રકમ પરત કરીને માત્ર પોતાની ઇમાનદારી જ નહીં પરંતુ ગુજરાતી માણસની માનવતા પણ મહેકાવી છે. તેના આ કૃત્યની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: