પંચમહાલ જિલ્લાના ગોધરા-શહેરા હાઈવે પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પંચામૃત ડેરી પાસે એક બાઈક ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક પૂરઝડપે ડિવાઈડર સાથે ટકરાયું હતું. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પંચામૃત ડેરી પાસે સર્જાયો અકસ્માત
ઘટનાની મળતી વિગતો અનુસાર, ગોધરા-શહેરા હાઈવે પરથી પસાર થઈ રહેલા બાઈક ચાલકની ગફલત કે અન્ય કોઈ કારણસર બાઈકના હેન્ડલ પરનો કાબૂ છૂટી ગયો હતો. બાઈક એટલી ઝડપથી ડિવાઈડર સાથે અથડાયું હતું કે, બાઈક ચાલક અને પાછળ બેઠેલ વ્યક્તિ બંને રોડ પર પટકાયા હતા. અકસ્માત થતા જ પંચામૃત ડેરીની આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.













