પંચમહાલના ગોધરામાં વ્યાજખોરનો આતંક સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભુરાવાવના યુવકે વ્યાજખોરના માનસિક ત્રાસથી કંટાળીને ફિનાઇલ પી લેતાં તેને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
યુવકે વ્યાજખોરના સતત માનસિક ત્રાસથી કંટાળી ફિનાઇલ પીધું
પંચમહાલ જિલ્લાના ગોધરામાં શહેરના ભુરાવાવ વિસ્તારમાં રહેતા યુવકે વ્યાજખોરના સતત માનસિક ત્રાસથી કંટાળી ફિનાઇલ પીધું હોવાની ઘટના બની છે.













