અમદાવાદ શહેરના કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા એક સાધુ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ મંદિર તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સ્વામી રામકૃષ્ણદાસજી (પુરૂષોત્તમ પ્રકાશ)ને સંપ્રદાયમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
એક મહિલા સાથે રંગરેલીયા મનાવતા પકડાયા હોવાના આક્ષેપો
સ્વામી રામકૃષ્ણદાસજી નામના સાધુ એક મહિલા સાથે રંગરેલીયા મનાવતા પકડાયા હોવાના આક્ષેપો થયા હતા. સાધુના વેશમાં રંગરેલીયા મનાવતા મંદિર તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ છે અને તેમને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી કાઢી મુકાયા છે













