ગુજરાતમાં પશુઓની સુરક્ષા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. પંચ મહાલ જિલ્લા પોલીસ દ્વારા ગૌવંશને બચાવવા માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. પોલીસે જિલ્લામાં એક ખાસ સ્ક્વોર્ડ બનાવી છે. આ સ્ક્વોર્ડ ગૌમાંસની હેરાફેરી અને ગૌવંશની હત્યા સહિતની પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખશે. આ પ્રકારનું કૃત્ય કરનારા લોકોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરશે.
પંચમહાલ પોલીસ દ્વારા સ્ક્વોર્ડ બનાવવામાં આવી
પંચમહાલ જિલ્લામાં ગૌવંશને બચાવવા માટે પોલીસ દ્વારા ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. પંચમહાલ પોલીસ દ્વારા એક ખાસ સ્ક્વોર્ડ બનાવવામાં આવી છે. પોલીસ વિભાગમાં ખાસ કુનેહ ધરાવતા જવાનો અને અધિકારીઓની એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. ગૌવંશની હત્યા, ચોરી અને ગૌ માંસની હેરાફેરી કરતા વાહન પર પોલીસ નજર રાખશે.













