પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં ખનન માફિયાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખાખડી ગ્રામ પંચાયતની હસ્તકની ગૌચર જમીનમાં માફિયાઓ દ્વારા બેફામ રીતે ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે. પશુઓના ચરિયાણ માટે અનામત રાખવામાં આવેલી આ પવિત્ર જમીનને ખનન માફિયાઓ દ્વારા ખોદીને ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા છે. તંત્રની રહેમનજર હેઠળ ચાલતા આ કાળા કારોબારને કારણે ગામનું કુદરતી સંતુલન પણ જોખમાઈ રહ્યું છે.


ગૌચર જમીનમાં બેફામ ખનન

ગૌચર જમીનમાં થતા આ આડેધડ ખનન મામલે ખાખડી ગામના જાગૃત ગ્રામજનોએ એકઠા થઈને ઉચ્ચ કક્ષાએ લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં ખનન માફિયાઓ સામે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી, જેને કારણે તેમના હોસલા વધી રહ્યા છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.

આ પણ વાંચો : Dahod News : રૂપિયા માટે યુવકને બનાવ્યો શિકાર, સિગારેટના ડામ આપી ખંડણી માંગી, પોલીસે આરોપીને દબોચ્યા

  • Follow us on: