પાટણ નગરપાલિકાના બાંધકામ વિભાગની એક મોટી અને ચોંકાવનારી બેદરકારી સામે આવી છે.પાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતની ખરાઈ કર્યા વિના એક ખાનગી માલિકીની જમીન પર સીધે સીધો સરકારી રોડ બનાવી દેવામાં આવ્યો હોવાનો વિવાદ વકર્યો છે.આ સમગ્ર મામલો પાટણના વોર્ડ નંબર 10 વિસ્તારનો છે.જ્યાં અંદાજે 20 લાખના અધધ ખર્ચે સીસી રોડનું નિર્માણ કરી દેવાયું છે.
આ રસ્તો વર્ષોથી ત્યાં અસ્તિત્વમાં હતો
ખાનગી જમીન પર રોડ બનાવવાના આ ગંભીર મામલે પાલિકાના ચીફ ઓફિસરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.ચીફ ઓફિસરે પાલિકાનો બચાવ કરતા દાવો કર્યો છે કે, આ રસ્તો વર્ષોથી ત્યાં અસ્તિત્વમાં હતો.વર્ષ 2023-24માં આ રોડ બનાવવા માટેની સરકારી ગ્રાન્ટ મંજૂર થઈ હતી અને વર્ષ 2025માં આ જ રસ્તા પર રીસર્ફેસિંગનું કામ કરવામાં આવ્યું હતું.જે તે સમયે બાંધકામ માટેની મંજૂરી મંગાઈ હતી પરંતુ કોઈ કારણોસર કામ આગળ વધ્યું નહોતું.













