બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા નવું બંધારણ બનાવીને અમલમાં મુકવામાં આવ્યું છે. આ બંધારણ અમલમાં મુકાયુ તેના થોડા જ દિવસોમાં જાબડિયા ગામમાં કલાકાર ગબ્બર અને અર્જુન ઠાકોર દ્વારા તેનો ભંગ કરવામાં આવ્યો હતો. તેમણે ઘરમાં પ્રસંગ હોવાથી ડીજે બોલાવતા ઠાકોર સમાજના આગેવાનો લાલઘૂમ થયા હતાં અને બંને કલાકારોનો સામાજિક બહિષ્કાર કર્યો હતો. બીજી તરફ સાંતલપુરના કોરડા ઠાકોર સમાજનો બંધારણ તોડવાનો મુદ્દો પણ સામે આવ્યો છે.


ઠાકોર સમાજે માત્ર ડીજે પર પ્રતિબંધ મુક્યો છે

સાંતલપુર તાલુકાના કોરડા સરપંચના સમૂહલગ્ન પ્રસંગે રાસ ગરબા યોજાયા હતાં. આ રાસ ગરબા યોજવા બાબતે કલાકાર શીતલ ઠાકોરે કહ્યું હતું કે, ઠાકોર સમાજના બંધારણમાં રાસ ગરબા નહીં કરવા તેવું ઠરાવેલું નથી. ઠાકોર સમાજે માત્ર ડીજે પર પ્રતિબંધ મુક્યો છે. અમે ઠાકોર સમાજનું બંધારણ તોડ્યુ નથી. સમાજનું બંધારણ જાણી તેમાં રસ દાખવો.


આ પણ વાંચોઃ Botad News: રાણપુરમાં ગાયને હડકવા ઉપડતા અફરાતફરી સર્જાઈ, જીવના જોખમે રેસ્ક્યૂ કરાઈ


  • Follow us on: