આજે શિવરાત્રીના પ્રસંગે પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સમાં સત્તા સંગ્રામ ખેલાયો હતો. બે જૂથો વચ્ચે આજે ચેમ્બર ઓફ કોમર્સમાં ઘમાસાણ મચી જવા પામી હતી. ટ્રસ્ટીઓએ ઓફિસનું તાળુ તોડીને કબજો મેળવ્યો હતો. નલિન કાનાણી જૂથે ચેરિટી કમિશ્નરના આદેશો રજૂ કર્યા હતાં. વર્તમાન પ્રમુખ જિજ્ઞેશ કારીયા દ્વારા ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલા કબજાનો ઉગ્ર વિરોધ કરાયો હતો.
પોરબંદર ચેમ્બર ઑફ કોમર્સમાં ભૂકંપ
આજે મહાશિવરાત્રીના દિવસે જ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં ભૂકંપ સર્જાયો હતો. બે જૂથો વચ્ચે ધમાસાણ સર્જાયું હતું. પીટીઆરમાં નોંધાયેલા ટ્રસ્ટીઓએ ચાવીથી ચેમ્બરની ઓફિસનું લોક ખોલી નાંખ્યું હતું અને કબજો મેળવી લીધો હતો. બે જૂથો વચ્ચેની બબાલને લઈને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ચેરિટી કમિશ્નર કચેરીના રેકોર્ડ મુજબ પ્રમુખ તરીકે નામ ધરાવતા નલિન કાનાણી સહિતના ટ્રસ્ટીઓ કાયદેસર કબજો લેવા ચેમ્બરમાં પ્રવેશતા વર્તમાન પ્રમુખ જીગ્નેશ કારિયાએ વિરોધ કર્યો હતો.નલિન કાનાણીએ ચેરીટી કમિશનર ઓફિસના હુકમોના દસ્તાવેજ રજૂ કર્યા હતાં.













