પોરબંદર મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ આજે 14 મહિના જેટલો સમય વીતી ગયો છે. પરંતુ પોરબંદર મનપાની હદમાં આવેલું વનાણા ટોલ નાકુ આજ દિન સુધી હટાવવામાં ન આવતા પોરબંદરના લોકોમાં પણ નારાજગી છે. વાહન ચાલકોએ પણ વનાણા ટોલ નાકુ મનપાએ દૂર ન કરાવતા આક્રોશ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી વ્યક્તિગત રસ લઈ પ્રયાસો કરે તેવી માગ ઉઠી
પોરબંદર મનપાની હદમાં આવેલા વનાણા ટોલ નાકા મુદ્દે મનપાના કમિશ્નરને પૂછતાં તેમને જણાવ્યું હતું કે મનપા દ્વારા ટોલનાકું શહેરથી બહાર રાખવા પત્ર લખવામાં આવ્યો હતો. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મનપાને પણ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી, ત્યારે લોકો પર આ બોજ હટાવવા માટે પોરબંદરના ધારાસભ્ય તથા કેન્દ્રીય મંત્રી વ્યક્તિગત રસ લઈ પ્રયાસો કરે તેવી માગ ઉઠી છે.













