સૌરાષ્ટ્રમાં કુદરતનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેર સહિત સમગ્ર ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો છે. આકાશી આફતને કારણે જગતના તાત ગણાતા ખેડૂતોના તૈયાર પાક પર સંકટના વાદળો છવાયા છે.
દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
ભાણવડ તાલુકાના દેવરિયા, મોરઝર, મેવાસા અને મોટા કાલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ખેતરોમાં કાપણી માટે તૈયાર ઉભેલા પાકને આ વરસાદથી વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.













