પોરબંદર શહેરના તાજાવાલા હોલ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરચ્યુલી અધ્યક્ષ સ્થાને જિલ્લાના વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.આ અવસરે મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને પોરબંદર જિલ્લાના નાગરિકોને કુલ રૂ.૪૧૩.૮૧ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા અને થનારા ૪૬ જેટલા વિકાસલક્ષી કાર્યોની ભેટ અર્પણ કરી હતી. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત અંદાજે રૂ. ૩૨૦.૫૯ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ૧૭ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને રૂ. ૯૩.૨૨ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ૨૯ કામોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


નાગરિકોને વિડીયો માધ્યમથી શુભકામના પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લાના નાગરિકોને વિડીયો માધ્યમથી શુભકામના પાઠવી 'વિરાસત ભી, વિકાસ ભી'ના મંત્રને સાર્થક કરતા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે શહેરી સુવિધાના સર્વાંગી કાર્યો સમગ્ર રાજ્યમાં તેજ ગતિએ કરવામાં આવી રહ્યા છે તે શૃંખલામાં આગળ વધતા પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપી તેના આધુનિકરણ માટે આશરે રૂ. ૨૯૧ કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. સમગ્ર જિલ્લા માટે કુલ રૂ. ૪૧૪ કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

એક ભારત, શ્રેષ્ઠ ભારત'નો અતૂટ સેતુ

આ વિકાસ યાત્રામાં માત્ર ભૌતિક માળખું જ નહીં, પરંતુ 'સર્વોદય વન' અને 'મોકર સાગર વેટલેન્ડ' જેવા પ્રોજેક્ટ્સ દ્વારા ઇકો-ટુરિઝમને પણ વેગ આપવાનો સરકારનો નિર્ધાર છે. આ ઉપરાંત, ગ્રામીણ વિસ્તારોમાં RDSS યોજના હેઠળ રૂ. ૨૦ કરોડના ખર્ચે વીજ સુવિધાઓ સુદ્રઢ કરવામાં આવી છે અને યુવાનોના કૌશલ્ય વર્ધન માટે ITI માં નવા ભવનોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.આગામી રામ નવમી થી શરૂ થતો માધવપુરનો મેળો એ માત્ર ઉત્સવ નથી પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગ દ્વારા પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડતો 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નો અતૂટ સેતુ છે.રાજ્ય સરકારે પોરબંદર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં 2100 કરોડના કામો કર્યા છે.


આ પણ વાંચોઃ Morbi Rain Update: મોરબી જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ખેડૂતોના હાલ બેહાલ


  • Follow us on: