પોરબંદર શહેર અને જીલ્લામાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે તંત્ર મેદાને આવતા દબાણ કર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં સરકારી જમીન પર ખેતી અને બાંધકામ કરનારને ત્યાં તંત્ર બુલડોઝર લઇને પહોંચતા દબાણકર્તાઅઓ 10 દિવસમા સ્વૈચ્છિક દબાણ દૂર કરશે તેવી ખાત્રી આપતા તંત્ર દ્વારા મુદત આપવામા આવી છે.


બુલડોઝર લઇને દબાણ દૂર કરવા પહોંચ્યા

પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં સર્વે નંબર 416મા દબાણ કરવામા આવ્યુ હતુ. વારંવાર નોટીસ આપવા છતા દબાણ દૂર નહીં થતા સીટી મામલતદાર ભરતભાઇ સંચાણીયા પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર લઇને દબાણ દૂર કરવા પહોંચ્યા હતા. મામલતદાર સંચાણીયાના જણાવ્યા અનુસાર સરકારી સર્વે નં-416 પર 2700 ચો.મી ખેતીની જમીન પર દબાણ કરી અને બાજરો અને ઘઉંનું વાવેતર કરી દીધુ હતુ.

રહેણાંક માટે બાંધકામ કરી લેવામા આવ્યા

આ ઉપરાંત 1000 ચો.મી રહેણાંક માટે બાંધકામ કરી લેવામા આવ્યા હતા. બન્ને જગ્યાની કિંમત અંદાજે રૂ.8 કરોડ જેવી થવા જાય છે.હાલ આસામીઓએ આગામી 10 દિવસમા સ્વૈચ્છિક રીતે બાંધકામ દૂર કરવાની ખાતરી આપતા હાલ ડિમોલીશન મુલતવી રાખવામા આવ્યુ છે. જયારે રસ્તા પરના ઝાડી ઝાખરા દુર કરવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. આ સ્થળે આવાસ યોજના બનાવામાં આવશે.


આ પણ વાંચોઃ Ahmedabad News: ચકચારી બિટકોઈન કેસમાં પૂર્વ IPS જગદીશ પટેલના જામીન મંજૂર, વિદેશ જવા હાઇકોર્ટની મંજૂરી


  • Follow us on: