પોરબંદર જિલ્લામાં ભાજપના એક મહત્વના નેતાએ પોતાના પદ પરથી રાજીનામું આપતા સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. જિલ્લાની ભાજપ સંગઠનમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે કાર્યરત કાંતિ ઘેડિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
કાંતિ ઘેડીયાએ અંગત કારણોસર આ નિર્ણય લીધો
મળતી માહિતી મુજબ કાંતિ ઘેડીયાએ અંગત કારણોસર આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે તેમના રાજીનામા પાછળના ચોક્કસ કારણો અંગે રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.













