પોરબંદર જિલ્લામાં વન્યપ્રાણીઓના શંકાસ્પદ અવશેષો સાથે ચાર શખ્સોને ઝડપી પાડવાની ઘટના સામે આવી છે. આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી વન્યપ્રાણીઓના નખ, વાળ તેમજ કસ્તુરી મૃગ જેવા શંકાસ્પદ પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે વન્યજીવ તસ્કરીના સંદર્ભમાં તપાસ વધુ ગહન બનાવવામાં આવી છે.
વન્યપ્રાણીઓના અવશેષો મળ્યા
માહિતી મુજબ ગુપ્ત માહિતીના આધારે વન વિભાગ અને સ્થાનિક ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ચાર શંકાસ્પદ વ્યક્તિઓને રોકી તપાસ કરતાં તેમની પાસેથી વન્યપ્રાણીઓના અવશેષો મળ્યા હતા.













