તાજેતરમાં બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણની જાહેરાત કરવામાં આવી હતી. હવે પાટણના રાધનપુરમાં કોળી ઠાકોર સમાજ દ્વારા સમાજનુ બંધારણ ઘડવામાં આવ્યું છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતિમાં આ બંધારણ ઘડવામાં આવ્યું છે. હાલમાં ચાલી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું છે.


રાધનપુરમાં કોળી સમાજ દ્વારા બંધારણ ઘડાયું

રાધનપુરમાં કોળી ઠાકોર સમાજ દ્વારા સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું છે. આ બંધારણમાં મોંઘવારીને લઈને મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે. સામાજિક પ્રસંગોમાં કુરિવાજો ડામવા માટે 15 નિયમ ઘડવામાં આવ્યા છે. લગ્ન પહેલા સગાઈમાં વરપક્ષ તરફથી 21 વ્યક્તિઓ જઈ શકશે. જ્યારે લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત હલ્દી રસમ, પ્રિ વેડિંગ અને ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. લગ્ન પ્રસંગે કન્યા પક્ષે સોના ચાંદીના દાગીના આપવાના રહેશે. જેમાં ઝાંઝરી, ચૂડી, મંગળસુત્ર અને ચૂની આપવાની રહેશે.


આ પણ વાંચોઃ Uttarayan 2026 : રાજ્યમાં પતંગની દોરી બની જીવલેણ, જંબુસરના પીલુદરામાં એકનું મોત, અરવલ્લીના ચોઇલામાં સગીરનું મોત


  • Follow us on: