રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ગત તા. 19ના રોજ બે જૂથ વચ્ચે થયેલી મારામારી અને તોડફોડના મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે. લુખ્ખાઓએ રિક્ષામાં તોડફોડ કરીને થોડીવાર માટે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. પોલીસે આ મારામારીની ઘટનામાં સંડોવાયેલા કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે.
ભગવતીપરામાં બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી
જેમાં ગૌરાંગ ઉર્ફે ગૌઉલો, જાવલો અને ભગવતીપરા-9ના કોર્નર પર આવેલી ચાઇનીઝ-પંજાબી હોટેલના ત્રણ છોકરાઓ તેમજ અન્ય અજાણ્યા પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મારામારી કરનાર આ લુખ્ખાઓને પોલીસે કાયદાનું ભાન કરાવવા માટે એક અનોખો પગલું ભર્યું હતું. પોલીસે તમામ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને માફી મંગાવી હતી. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.













