એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યા મુજબ, રાજકોટ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણ (AAI) દ્વારા 21 નવેમ્બર 2025ના રોજ સવારે 10:30 થી 11:15 કલાક દરમિયાન વાર્ષિક બોમ્બ ધમકી મૉક એક્સરસાઇઝ સફળતાપૂર્વક યોજાઈ. આ અભ્યાસનું મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ દરમિયાન વિવિધ સુરક્ષા એજન્સીઓની તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતા, પરસ્પર સમન્વય અને SOPના પાલનની કાર્યક્ષમતા તપાસવાનું હતું.


AAI, ફાયર, CISF, સ્ટેટ BDDS, સ્ટેટ QRT, SOG સ્ટાફ દોડી ગયો

આ મૉકડ્રિલમાં AAI, ફાયર વિભાગ, CISF, સ્ટેટ BDDS, સ્ટેટ QRT, SOG, એરલાઇન સ્ટાફ, તેમજ મેડિકલ ટીમ સહિત વિમાનમથકે કાર્યરત અનેક હિતધારકોએ સક્રિય ભાગ લીધો. તમામ ટીમોએ પોતાના કાર્યમાં ચુસ્તતા, ઝડપી પ્રતિભાવ અને ઉત્તમ સમન્વય દર્શાવી અભ્યાસને સફળ બનાવ્યો હતો.

મુસાફરોની સુરક્ષા માટે આવી મોકડ્રિલ થતી રહેશે

આવી મૉક એક્સરસાઇઝ દ્વારા વિમાનમથકની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સાથે આકસ્મિક પરિસ્થિતિઓને સામનો કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. AAI દ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા સમયમાં પણ આવા તાલીમ અભ્યાસ સતત આયોજન કરવામાં આવશે, જેથી મુસાફરોની સુરક્ષા અને વિમાનમથકની તૈયારીમાં વધુ સુધારો કરી શકાય.


Special Input By : Tejas chauhan

  • Follow us on: