રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રાત્રિના સમયે એક દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ઉપલેટાની મુરલીધર કી અને બંસીધર કોલ્ડ્રિંકની દુકાનમાં આગ લાગી હતી. જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની આ ઘટનામાં દુકાન માલિક ડેવિસ વૈદ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ઉપલેટાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


આગની ઘટનામાં દુકાનદાર ગંભીર રીતે દાઝ્યો

જ્યાંથી વધુ સારવાર અર્થે તેમને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આગ અંગેની જાણ થતાં ઉપલેટા નગરપાલિકાની ફાયર ટીમ ફાયર બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો: Dhorajiમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોની લાંબી કતાર


  • Follow us on: