રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ શરૂ થતાં જ અઢી વર્ષ બાદ પહેલીવાર વિપક્ષને પ્રશ્ન પૂછવાનો મોકો મળ્યો હતો. વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ ફ્લાવર બેડ અને BU પરમિશનને લગતો પ્રથમ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે BU સર્ટીફિકેટ મામલે નિકાલ થયેલી અને પેન્ડિંગ અરજીઓ વિશે માહિતી માંગી હતી.


કઈ તારીખે મંજૂરી અપાઈ તે અંગે કમિશનરે ગલ્લા તલ્લા કર્યા

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પ્રશ્નનો જવાબ આપતા BU સર્ટીની વોર્ડવાઈઝ કામગીરીની યાદી આપી હતી. તેમણે જણાવ્યું કે હાલમાં 8 પરમિશન BU મામલે અપાઈ છે. જે રાજ્ય સરકારના GRને ધ્યાને લઈને આપવામાં આવી છે. જોકે કમિશનરે આ મંજૂરીઓ કઈ તારીખે અપાઈ તે અંગેની તારીખ આપવામાં ગલ્લાતલ્લા કર્યા હતા.

આ પણ વાંચો: Rajkot News: મુંબઈ એરપોર્ટ પર રન વેની કામગીરીને કારણે રાજકોટથી ઉડાન ભરતી બે ફ્લાઇટ કેન્સલ


  • Follow us on: