મુંબઈ એરપોર્ટ પર ગુરુવારના રોજ રન-વેની કામગીરી ચાલતી હોવાથી તમામ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી.જેના કારણે રાજકોટ એર ટ્રાફિકને પણ અસર થઈ હતી. જેમાં રાજકોટથી સાંજના સમયે ઉડાન ભરતી બે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.


મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો

રાજકોટથી મુંબઈની ઈન્ડિગોની સાંજે 4:55 વાગ્યાની ફ્લાઈટ રદ કરાઈ હતી. તેમજ એર ઇન્ડિયાની સાંજે 6:05 વાગ્યાની રાજકોટથી મુંબઈની ફ્લાઈટ પણ કેન્સલ થઈ હતી. જેથી રાજકોટથી મુંબઈ જવા માંગતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાજકોટથી ઉડાન ભરતી બે ફ્લાઇટ કેન્સલ

ઉલ્લેખનીય છે કે મુંબઈ માટે રાજકોટથી એર ઇન્ડિયાની એક સવારે અને એક સાંજે એમ 2 ફ્લાઈટ ઉડાન ભરે છે. જ્યારે ઈન્ડિગોની 3 ફ્લાઇટ ઉડાન ભરે છે. જેમાંથી ગુરુવારે બંને એરલાઇન્સની રાજકોટથી મુંબઈ ઉડાન ભરતી એક -એક ફ્લાઈટ રદ થઈ હતી.


આ પણ વાંચોઃ Vadodara : રીલબાજોને પોલીસનો કોઇ ડર નહી, જોખમી સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મુક્યા


  • Follow us on: