વડોદરામાં રીલબાજો સામે પોલીસ કડક કાર્યવાહી કરતી હોવા છતાં હજું પણ રીલબાજો અવનવા સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે. વડોદરામાં પંડિત દીનદયાળ હોલ નજીક રીલબાજોએ જાહેરમાં જોખમી સ્ટંટ કર્યા, જેને જોઈ આસપાસના લોકોમાં ભય ફેલાઇ ગયો હતો.


મેદાનમાં ગાડી ગોળ ગોળ ફરાવી

રીલબાજોએ પંડિત દીનદયાળ હોલ નજીક મુખ્ય રોડને અડીને આવેલ ખુલ્લા મેદાનમાં સ્ટંટ કર્યા હતા અને રેસ લગાવી હતી. એક સાથે ત્રણ ગુડ્સ વાહનો લઈને મેદાનમાં ગાડી ગોળ ગોળ ફરાવી, ધૂળ ઉડાવી અને જોખમ ઉભું કર્યું.હતું.

જોખમી સ્ટંટથી લોકોમાં ડર અને ચિંતા જોવા મળી

રહેણાંક વિસ્તાર હોવાથી આ જોખમી સ્ટંટથી લોકોમાં ડર અને ચિંતા જોવા મળી હતી. આખો વિસ્તાર ધુળના ગોટેગોટાથી છવાઇ ગયો હતો અને રીલબાજોએ પોલીસની પણ પરવા કરી ન હતી. એક સાથે ત્રણ ગુડ્સ વાહનો લઈને મેદાનમાં ગાડી ગોળ ગોળ ફરાવી હતી

રસ્તા પર પસાર થતા લોકોના જીવ જોખમમાં મૂક્યા

રોડની અડીને આવેલા મેદાનમાં સ્ટંટ કરતી વખતે રસ્તા પર પસાર થતા લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. લોકો પણ રીલબાજોના સ્ટંટ જોઇને આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. જો કે હજું સુદી સ્થાનિક પોલીસે રીલબાજો સામે કોઇ કાર્યવાહી કરી નથી


આ પણ વાંચો----  Vadodaraમાં એસટી બસને નડ્યો અકસ્માત, આગળ ચાલતા વાહનને મારી ટક્કર

  • Follow us on: