વડોદરામાં ફરી એકવાર સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ થયો છે. વડોદરા શહેરમાં આવેલા દંતેશ્વર વિસ્તારના રહીશો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે તેઓ MGVCLના કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.
દંતેશ્વર વિસ્તારમાં લોકો દ્વારા સ્માર્ટ મીટર સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે લોકોએ MGVCLના કર્મચારીઓ પર સ્માર્ટ મીટર લગાવવાનું દબાણ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. આ સાથે જો સ્માર્ટ મીટર નહીં લગાવવામાં આવે તો MGVCLના કર્મચારીઓ દ્વારા વીજ કનેક્શન કાપી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું જણાવ્યું છે. દંતેશ્વર વિસ્તારના લોકોને કોઈ જાણકારી આપ્યા કે સહમતિ સાધ્યા વગર સીધા જ મીટર બદલવાની કામગીરી કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે.













