વડોદરા આરોગ્ય વિભાગે ખાદ્યતેલના વિવિધ સેમ્પલ એકત્ર કર્યા છે અને જુના ડબ્બામાં તેલ ન આપવા વેપારીઓને સૂચના આપવામાં આવી છે. સફાઈ ન હોય ત્યાં શેડ્યુલ 4 મુજબ નોટીસ આપવામાં આવી, જુના તેલના ડબ્બાઓ અંગેની ગાઈડલાઈનની માહિતી અપાઈ વેપારીઓને. વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ હેઠળ આવતી ખોરાક શાખાની ફૂડ ઇન્સ્પેક્ટરોની બે અલગ અલગ ટીમ શહેરના વિવિધ વિસ્તારમાં આજથી સઘન ચેકિંગ શરૂ કરશે.
વડોદરામાં શૌચાલયમાં શાકભાજી રાખનાર સામે કડક કાર્યવાહી
ખંડેરાવ શાક માર્કેટના સુલભ શૌચાલયની અંદર શાકભાજીનો જથ્થો મૂકાયો હોવાનો અને કેટલાક વેપારીઓ દ્વારા શૌચાલયમાં જ શાકભાજી ધોવાની ફરિયાદ મળી હતી. આ મામલાનો વીડિયો વાયરલ થતાં જ VMCનું તંત્ર હરકતમાં આવ્યું હતું. ગત રોજ ખંડેરાવ શાક માર્કેટના સુલભ શૌચાલયની અંદર શાકભાજીનો જથ્થો મૂકાયો હોવાનો અને કેટલાક વેપારીઓ દ્વારા શૌચાલયમાં જ શાકભાજી ધોવાની ફરિયાદ મળી હતી. આ મામલાનો વીડિયો વાયરલ થતાં જ VMCનું તંત્ર હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક પગલાં લેતા માર્કેટ સુપ્રિન્ટેન્ડેન્ટે સુલભ શૌચાલયને તુરંત સીલ મારી દીધું હતું, જે આજે પણ સીલ મારેલી હાલતમાં છે.













