વડોદરામાં ડિજિટલ અરેસ્ટના ત્રાસના કારણે ખેડૂતે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. વડોદરા જિલ્લાના ડભોઈના કાયાવરોહણમાં ખેડૂત અતુલ પટેલે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. તેમને 40 કરોડનો ફ્રોડ થયો છે, તેમ કહી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા.
જે બાદ ખેડૂતને દર 5 મિનિટે કોલ કરી કાર્યવાહીની ધમકી આપવામાં આવી રહી હતી. ખેડૂતને વોટ્સએપ અને વિડિયો કોલ કરીને સતત ધમકાવવામાં આવી રહ્યા હતા. જે કારણે કંટાળીને તેમને આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.













