રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે. ધોરાજી મગફળી ખરીદી કેન્દ્રની બહાર મગફળી ભરેલા વાહનોની દૂર સુધી લાઇન જોવા મળી રહી છે. ધોરાજીમાં કુલ 10,700 ખેડૂતોએ મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા ઉમટી પડ્યા
વહીવટી તંત્ર દ્વારા દરરોજ 150 જેટલા ખેડૂતોને મગફળી વેચવા માટે બોલાવવામાં આવે છે. 18 નવેમ્બર સુધીમાં કુલ 800 જેટલા ખેડૂતોને મગફળી વેચાણ માટે મેસેજ કરવામાં આવ્યા હતા, જેમાંથી 551 જેટલા ખેડૂતો કેન્દ્ર પર મગફળી વેચવા આવ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા માટે ઉમટી પડતાં ખરીદી કેન્દ્ર બહાર વાહનોની લાંબી લાઇન જોવા મળી રહી છે.













