પોતાના નીડર અંદાજ અને નિવેદનો માટે જાણીતા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર) હાલ ગુજરાતના પ્રવાસે છે. રાજકોટ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે વર્તમાન રાજનીતિ, દેશની શાંતિ અને દેશમાં વધી રહેલા કથિત જેહાદી નેટવર્કને લઈને અત્યંત આકરા અને ચોંકાવનારા નિવેદનો આપ્યા છે.



વર્તમાન રાજનીતિ અને ‘કોકરોચ પાર્ટી’ પર પ્રહાર

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને પક્ષો અંગે વાત કરતા તેમણે ‘કોકરોચ પાર્ટી’ શબ્દનો પ્રયોગ કરીને નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, દેશમાં કોઈપણ સંજોગોમાં અશાંતિ ન ફેલાવવી જોઈએ. જૂની હોય કે નવી, તમામ રાજકીય પાર્ટીઓએ દેશને એક રાખવા માટે અને દેશહિતમાં કામ કરવું જોઈએ. આ સાથે જ તેમણે ઉમેર્યું કે, હવે દેશમાં અશાંતિ ફેલાવનારા તત્વોને ઓળખી લેવાની જરૂરિયાત ઉભી થઈ છે.


લવ જેહાદ, થૂંક જેહાદ બાદ હવે ‘દોસ્તી જેહાદ’

બાબા બાગેશ્વરે દેશમાં વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ઈશારો કરતા કહ્યું કે, દેશમાં અત્યાર સુધી અનેક પ્રકારના જેહાદ ચાલી રહ્યા છે, જેમાં લેન્ડ જેહાદ, લવ જેહાદ અને થૂંક જેહાદ સામેલ છે. પરંતુ હવે આ યાદીમાં એક નવો ‘દોસ્તી જેહાદ’ શરૂ થયો છે. આ અંગે ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશના સૂર્ય નામના એક યુવક સાથે આ પ્રકારનું દોસ્તી જેહાદ થયું અને ત્યારબાદ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી.


દક્ષિણ ગુજરાતમાં જાગૃત્તિની જરૂર, સનાતનીઓને આપી ઓફર

ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, દેશમાં હિન્દુઓમાં કોઈપણ પ્રકારના ભાગલા ન પડવા જોઈએ. તેમણે ઓપન ઓફર આપતા જણાવ્યું કે, જે પણ વ્યક્તિ સનાતની છે અને તેને જો કોઈ પણ પ્રકારની સમસ્યા કે તકલીફ હોય, તો તે સંકોચ વગર સીધા મારી પાસે આવી શકે છે. આ ઉપરાંત તેમણે દક્ષિણ ગુજરાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ત્યાં પણ હાલના સમયમાં ધાર્મિક અને સામાજિક સમસ્યાઓ જોવા મળી રહી છે, જેથી ત્યાં પણ સમયસર જાગૃત્તિ લાવવી અનિવાર્ય છે.


આ પણ વાંચો - Rajkot News: બસ પોર્ટના પ્લેટફોર્મ પર ગંભીર અકસ્માત, ST બસે બે લોકોને કચડ્યા


  • Follow us on: