રાજકોટના કાલાવડ રોડ ઉપર જેકે ચોક નજીક એક અકસ્માતની ઘટના ઘટી છે, જ્યાં એક કાર ચાલકે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને એક ટુ-વ્હીલર ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી પરંતુ સ્કૂટર ચાલકને ઇજાઓ પહોંચી હતી.


કારચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધો

તાત્કાલિક 108 મારફતે કે અન્ય વાહન દ્વારા ઇજાગ્રસ્ત સ્કૂટર ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતની સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં કાર દ્વારા ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારતા દ્રશ્યો કેદ થયા છે. વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે. પોલીસે વાયરલ વીડિયો અને સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: