રાજકોટ શહેરમાં ક્રિપ્ટોમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડી થઈ હોવાના સમાચાર વહેતા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કરોડોની છેતરપિંડી મુદ્દે રાજકોટના વેપારી દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. વેપારી મહેશ હિરપરા દ્વારા આ મામલે પોલીસ કમિશનરને અરજી આપવામાં આવી છે.
પાંચ લોકોના નામનો ઉલ્લેખ
વેપારી મહેશ હિરપરા દ્વારા પોતાની સાથે ક્રિપ્ટોમાં રોકાણના નામે છેતરપિંડી થઈ હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ અરજીમાં તેમણે દર્પણ બારસિયા સહિત પાંચ લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે. આ અરજીમાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાનું નામ પણ સામે આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સાથે આ અરજીમાં મુંબઈના હરી પટેલ અને સાથીદારોના નામનો પણ કરવામાં આવ્યો છે. આ વેપારીએ 7 મહિના પહેલા ચૂકવેલી રકમ પરત ન મળતા પોલીસ કમિશનરને અરજી કરી છે.













