Rajkot News: રાજકોટમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. રાજકોટમાં કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવાચાલકને ઈજા પહોંચી હતી. રાજકોટ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાની ફરિયાદ સ્થાનિક લોકો દ્વારા કરવામાં રહી છે.


એક્ટિવા ચાલકને સામાન્ય ઇજા પહોંચી

ઘટનાની મળતી વિગતો અનુસાર, રાજકોટ શહેરના જાગનાથ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. આ અકસ્માત કાર અને એક્ટિવા વચ્ચે ટક્કર થવાના કારણે સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકને સામાન્ય ઇજા પહોંચી છે. એક્ટિવા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Rajkot News: જસદણ આટકોટ રોડ પર JCBએ મારી બાઈકને ટક્કર, ગોઝારા અકસ્માતમાં એકનું મોત

  • Follow us on: