રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી મિશ્ર ઋતુ એટલે કે 'ડબલ સિઝન'ને કારણે રોગચાળો વકર્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક આંકડા મુજબ, શહેરમાં શરદી, ઉધરસ અને તાવના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
તાવ અને શરદી-ઉધરસના કેસોની વણઝાર
ઘટનાની મળતી માહિતી અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ શહેરમાં શરદી-ઉધરસના 933 કેસ અને સામાન્ય તાવના 715 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, દૂષિત પાણી અને ખોરાકને કારણે ઝાડા-ઉલટીના ૨૩૩ કેસ પણ સામે આવ્યા છે. મચ્છરજન્ય રોગચાળાની વાત કરીએ તો, રાજકોટ શહેરમાં મેલેરિયાનો 1 કેસ પણ પોઝિટિવ નોંધાયો છે, જેને પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે.













