રાજકોટમાં માસૂમ બાળકોની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક સ્કૂલવાન ચાલકે વિશ્વાસનો ભંગ કરી 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. માલવિયા નગર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી 35 વર્ષીય નરાધમ ચાલક રમેશ ખરાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ભોગ બનનાર સગીરા છેલ્લા એક વર્ષથી આરોપીની સ્કૂલવાનમાં શાળાએ જતી હતી. આ સમય દરમિયાન ચાલકે સગીરાને ચોકલેટની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી.


સગીરા આરોપીની સ્કૂલવાનમાં જતી હતી

ત્યારબાદ તેના ઘરનો ફોન નંબર મેળવી વૉટ્સએપ પર વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. બે દિવસ પહેલા આરોપી રમેશ સગીરાને અમીન માર્ગ નજીક આવેલી એક અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, પાપી ચાલકે સગીરાને ધમકી આપી હતી કે જો તે આ અંગે કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. જોકે, સગીરાએ હિંમત દાખવી પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. એસીપી બી.વી.

આરોપી સગીરાને ચોકલેટની લાલચ આપતો

જાધવના જણાવ્યા અનુસાર, પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, છેડતી અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ નરાધમ ચાલકે અગાઉ અન્ય કોઈ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે કે કેમ. આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે. શાળાઓમાં બાળકોને મૂકવા જતા વાહનોના ચાલકોના ચારિત્ર્યની ચકાસણી અને પોલીસ વેરિફિકેશન કરાવવું કેટલું અનિવાર્ય છે, તે આ કિસ્સા પરથી સાબિત થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: