સૌરાષ્ટ્રથી મુંબઈ તરફ મુસાફરી કરતા હજારો મુસાફરો માટે રેલવે તંત્ર દ્વારા એક રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. મુસાફરોની સતત વધતી ભીડ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ આગામી 26મી જાન્યુઆરીથી એક નવી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.


વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે ટ્રેન દોડાવાશે

આ નવી ટ્રેન સેવા ખાસ કરીને વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડાવવામાં આવશે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેન 26 જાન્યુઆરીથી શરૂ થઈને 23 ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન, ટ્રેન દર સોમવારે સવારે 11:05 કલાકે વેરાવળ સ્ટેશનથી ઉપડશે અને મુંબઈ (બાંદ્રા) તરફ રવાના થશે.

4 જિલ્લાના મુસાફરોને સીધો ફાયદો

આ નિર્ણયથી સૌરાષ્ટ્રના અંદાજે 4 જિલ્લાના મુસાફરોને સીધો ફાયદો થશે. ગીર સોમનાથ, જૂનાગઢ અને આસપાસના વિસ્તારના લોકો જેઓ વેપાર-ધંધા કે નોકરી અર્થે વારંવાર મુંબઈ અપ-ડાઉન કરે છે, તેમના માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે. હાલમાં જે ટ્રેનો ચાલી રહી છે તેમાં ભારે વેઈટિંગ લિસ્ટ જોવા મળે છે, જેથી આ વધારાની ટ્રેન દોડાવવાથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધશે અને ભીડનું ભારણ ઘટશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ નવી સેવાનો લાભ લેવા માટે અગાઉથી બુકિંગ સુનિશ્ચિત કરે.

આ પણ વાંચોઃ Surat: સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, 62.84 કરોડના ખર્ચે તૈયાર રત્નમાલા બ્રિજનું લોકાર્પણ કરાયું


  • Follow us on: