રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 9ની એક વિદ્યાર્થીની સાથે સ્કૂલવાનના ચાલક રમેશ ખરા નામના શખ્સે દૂષ્કર્મ આચરતાં ખળભળાટ મચી ગયો છે.


એક વર્ષથી આરોપીની સ્કૂલવાનમાં મુસાફરી કરતી

મળેલી માહિતી પ્રમાણે આ વિદ્યાર્થીની એક વર્ષથી આરોપીની સ્કૂલવાનમાં મુસાફરી કરતી હતી. આરોપીએ તેણીનો વિશ્વાસ જીતી તેનો ફોન નંબર મેળવીને વાતચીત કરતો હતો.

અવાવરુ જગ્યાએ લઈ જઇ દૂષ્કર્મ કર્યું

ત્યારબાદ આરોપી આ તરુણીને બે દિવસ પૂર્વે અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો અને તેની સાથે દૂષ્કર્મ આચર્યું હતું.

પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

પરિવારજનોની ફરિયાદની આધાર પર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી અને સ્કૂલવાનના ચાલક રમેશ ખરાને ઝડપી પાડ્યો હતો.

આરોપી રમેશ પરિણીત છે અને તેને 12 વર્ષની દિકરી પણ છે

ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી રમેશ પરિણીત છે અને તેને 12 વર્ષની દિકરી પણ છે. સમાજમાં તેની સામે ફિટકાર વરસી રહ્યો છે. પોલીસ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ શરુ કરી છે. 


આ પણ વાંચો----    Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

  • Follow us on: